Bangladesh

Bangladesh

હાલમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળેલા એક વાયરલ વીડિયોએ હોબાળો મચાવી દીધી છે. બાંગ્લાદેશ (Bangladesh) ની સેનાના દેશમાંથી હાંકી કઢાયેલા પૂર્વ મેજર ડેલવર હુસૈનના ઓનલાઈન લાઈવ વીડિયો ફૂટેજે હોબાળો મચાવી દીધો છે. બાંગ્લાદેશમાં રહેતી હિન્દુ વસ્તીને ડેલવર હુસૈને ઈસ્લામિક કટ્ટરપંથીની જેમ ખુલ્લેઆમ ધમકી આપી છે.

આ પણ જુઓ : ઓક્સફર્ડની કોરોના વેક્સીન ટ્રાયલને ફરીથી બ્રિટને મંજૂરી આપી

તેમણે મુસ્લિમ યુવાઓને વધુમાં વધુ રોજગારની તકો આપવા માટે બાંગ્લાદેશની ધરતી પરથી 15થી 20 લાખ હિન્દુઓને ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું છે. અલ્લાહના નામ પર શપથ લેતા તેમણે કહ્યું કે દેશમાંથી લક્ષિત લોકોને બેદખલ કરાયા બાદ 15થી 20 લાખ નોકરી ખાલી થશે. એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશના રાજકારણમાં પ્રવેશ કરવા માટે હિન્દુ વિરોધી ભાવનાઓની રોકડી કરવાની કોશિશ થઈ રહી છે.

પૂર્વ મેજરે પોતાના 33 મિનિટના વીડિયોમાં કહ્યું કે ‘હું તમને બધાને આગ્રહ કરું છું બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો કે ભારત પ્રેમી બાંગ્લાદેશીઓની સૂચિ તૈયાર કરો. હું જલ્દી એક વેબસાઈટ બનાવીશ જ્યાં તમે બધા ચૂપકેથી તેમના નામો મોકલી શકશો. હું પોલીસ અને બાંગ્લાદેશી સેનાને પણ સૂચિ આપીશ. જલ્દી એવો સમય આવશે કે જ્યારે આ હિન્દુઓને પાછા ભારત મોકલી દેવાશે.’

આ પણ જુઓ : કંગનાને સપોર્ટ કરવા સુરતના વેપારીએ બનાવી આ ખાસ સાડી

બાંગ્લાદેશી ઉદ્યોગપતિઓ અંગે પણ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ વિનમ્ર છે જે ભારતીયોનું સન્માન કરે છે, તેમને નોકરી આપે છે. હુસૈને સવાલ કરતા પૂછ્યું કે આ ઉદ્યોગપતિઓનું માનવું છે કે ભારતીયો વગર તેઓ બાંગ્લાદેશમાં વેપાર કરવા માટે સક્ષમ નથી. હું પૂછવા માંગુ છું કે શું ભારતીયોએ પોતાના વ્યવસાયને વિક્સિત કર્યો છે? શું તેમણે પોતાનો વ્યવસાય વિક્સિત કર્યો છે? તો પછી ભારતીયો પ્રત્યે આવું નરમ વલણ કેમ? તેમણે કહ્યું ભારતીયોને પાછા મોકલો અને શિક્ષિત બાંગ્લાદેશીઓને તે પદો પર નિયુક્ત કરો. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024