Raghuvansh Prasad Singh
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહ (Raghuvansh Prasad Singh) નું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો.
આ પણ જુઓ : ઓક્સફર્ડની કોરોના વેક્સીન ટ્રાયલને ફરીથી બ્રિટને મંજૂરી આપી
Former Union Minister Raghuvansh Prasad Singh passes away.
— ANI (@ANI) September 13, 2020
He was admitted at All India Institute of Medical Sciences (AIIMS) in Delhi. pic.twitter.com/PbqAEBtkfF
રઘુવંશ પ્રસાદ સિંહના નિધન પર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે પ્રિય રઘુવંશ બાબૂ! આ તમે શું કર્યું? મે તમને પરમ દિવસે જ કહ્યું હતું કે તમે ક્યાંય નથી જઈ રહ્યા. પરંતુ તમે આટલા દૂર જતા રહ્યાં. નિ:શબ્દ છું. દુ:ખી છું. ખુબ યાદ આવશો.
આ પણ જુઓ : Satellite launching : ચીનનું Gaofen-02C સેટેલાઈટ લૉન્ચિંગ થયું ફેલ
प्रिय रघुवंश बाबू! ये आपने क्या किया?
— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 13, 2020
मैनें परसों ही आपसे कहा था आप कहीं नहीं जा रहे है। लेकिन आप इतनी दूर चले गए।
नि:शब्द हूँ। दुःखी हूँ। बहुत याद आएँगे।
છેલ્લા 32 વર્ષથી રઘુવંશ પ્રસાદ સિંહ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા હતાં. તેમણે દિલ્હી એમ્સના આઈસીયુથી પોતાનું રાજીનામું રાંચી રિમ્સમાં સારવાર કરાવી રહેલા લાલુ પ્રસાદ યાદવને મોકલ્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.