ફ્રાંસ (France)માં એક વૃદ્ધ દ્વારા માખી પકડવા જતા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. 80 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ ડિનર કરી રહ્યો હતો. તેવામાં એક માખી હેરાન કરવા લાગી. જેનાથી વ્યક્તિને માખી પર ગુસ્સો આવ્યો. માખીથી કંટાળીને તેણે ઇલેક્ટ્રિક રેકેટ લીધુ અને માખીને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ સમયે ઘરમાં ગેસ લીક થઇ રહી હતી, જેનાથી વૃદ્ધ વ્યક્તિ અજાણ હતો.
ત્યારે ઇલેક્ટ્રોનિક રેકેટમાંથી એક તણખો નિકળ્યો અને ગેસના સંપર્કમાં આવતા જ મોટો ધમાકો થયો. જેના કારણે આખું રસોડું સળગી ગયું. એટલુંજ નહિ પરંતુ ઘરના એક ભાગની છત પણ ઉડી ગઇ.
આ પણ જુઓ : ભારતીય વિદેશ મંત્રાલયે Global Times ને લઇ આપી ચેતવણી
આ ઘટનામાં સદ્ભાગ્યે આ વ્યક્તિને કઈ થયું નહીં. માત્ર તેના હાથમાં થોડી ઇજા થઇ છે. માખી અથવા તો મચ્છર મારવા માટે ઇલેક્ટ્રિક રેકેટનો ઉપયોગ કરતા સમયે સાવધાન રહેવું જરુર છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.