આજ રોજ હારીજ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના જે સ્પર્ધકો પોલીસ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી પાસ કરેલ છે તેવા ઠાકોર સમાજ તેમજ જરૂરિયાતમંદ તમામ સમાજના વિદ્યાર્થી માટે નિઃશુલ્ક લેખિત પરીક્ષાના વર્ગ હારીજ ખાતે પાર્થ અને વેલકમ કોમ્યુટરમાં સંજયભાઈ ઠાકોર તથા મુકેશજી ઠાકોરના સહયોગ થી શરૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રથમ લેકચર શિક્ષક અશ્વિનભાઈ કડીયા દ્વારા આપવામાં આવ્યુ હતુ.
પાટણ જિલ્લા ભાજપા અધ્યક્ષ ડી.વી.ઠાકોર દ્વારા દરેક સ્પર્ધક ને ચોપડા તેમજ પેન વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા અને આગળ જતાં સફળ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે બચુજી ઠાકોર (પ્રમુખ ઠાકોર સેના), જગદીશભાઈ (પોલીસ) તેમજ પ્રવિણજી (ટ્રાફિક ઇન્ચાર્જ હારીજ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.