શિક્ષણની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય કે પછી કોઈ અન્ય સાંસ્કૃતિક વારસાની વાત હોય દરેક ક્ષેત્રમાં હમેશાં કંઈક ને કંઈક નવું જ કરીને લોકોને પ્રેરણા આપીને તેમજ અન્ય રીતે મદદ કરવાના આશય સાથે સેવાકીય પ્રવૃતિઆે કરવામાં આવતી હોય છે
ત્યારે સંસ્થાના ચેરમેન લક્ષમણભાઈ ડી.પરમારના પિતાની ત્રીજી પૂણ્ય તિથિ નિમિત્તે લક્ષમણભાઈને એક સુંદર વિચાર આવ્યો કે હાલમાં કોરોનાની મહામારીના સમયમાં અત્યંત કફોડી હાલતમાં જીવી રહેલ ગરીબ લોકોને પોષણ મળી રહે અને તે લોકો સ્વસ્થ અને નિરોગી રહે એવા ઉદેશ્યથી રોડ ઉપર અને ઝૂપડપટ્ટના નાના મોટા ભૂલકાંઆે તેમજ મોટેરાઆે સાથે અત્યંત ગરીબ જણાતા એવા રોડ ઉપર વસવાટ કરતા પરિવારોને ફૂટ તેમજ બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેથી કરી આ લોકોની રોગપ્રતિકારક શિક્તમાં વધારો થાય અને આ લોકોને પોષણ તેમજ યોગ્ય વિટામિન મળી રહે તેવા ઉદેશ્ય સાથે આ સંસ્થા દ્વારા સૌ પ્રથમ ડીસાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભિક્ષુક લોકો તેમજ અન્ય ગરીબ લોકોને ડીસા બસ ડેપોના એસ.ટી.ના એ.ટી.આઈ. યુસુફભાઈ તેમજ નાના ભાઈ હરેશભાઈના હસ્તે બસ ડેપોમાં ફ્રુટ તેમજ બિસ્કીટ વિતરણ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી
ત્યારબાદ અમુક રહેણાંક વિસ્તારમાં તેમજ અખોલ રોડ નજીક આવેલા ગરીબ ઝૂપડપટ્ટીમાં જઈને પણ વિતરણ કયુઁ હતું ત્યારબાદ પાલનપુર શહેરમાં પણ રેલવે સ્ટેશન સહિત કીર્તિ સ્તંભ વિસ્તારમાં રોડ પર કે આજુબાજુના વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને પણ ફૂટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.