Gujarat
ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પાણીની આવકમાં વધરો થતાં તંત્રને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં 13 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્ય (Gujarat)માં ભારે વરસાદના પગેલ અનેક જળાશયો ઓવરફ્લો થયા છે.
આ પણ જુઓ : પાટણમાં વરસાદી પાણી ભરાતાં ચીફ ઓફીસરનું બોટિંગ દ્વારા પરીક્ષણ
મહિસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટી 415.6 ફુટ પર પહોંચી છે. ત્યારે કડાણા ડેમના 3 ગેટ 6 ફુટ ખોલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાનાકાકડીઆંબા ડેમની સપાટી 187.71 મીટર છે. વરસાદના પાણીથી હાલ ડેમ 187.73 મીટરે ઓવરફ્લો થઇ રહ્યો છે. જામનગર જિલ્લામાં રંગમતિ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ ડેમના ત્રણ દરવાજા પણ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. આજી-3 ડેમના સાત દરવાજા ચાર ફુટ ખોલવામાં આવ્યા છે. સાગર ડેમ એક ફુટ અને સરોઇ પોણો ફુટથી ઓવરફલો થઇ રહ્યો છે.
આ પણ જુઓ : Job Portal : 11 જુલાઇએ વડા પ્રધાન દ્વારા લોન્ચ કરાયેલ જોબ પોર્ટલથી યુવાનોને મળી નોકરી
ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમના 40 દરવાજા 1 ફુટ 9 ઈંચ જટેલા ખોલવામાં આવ્યા છે. મોતીસર ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે આજી-3 ડેમના 12 દરવાજા 8 ફુટ ખોલવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના ઘોડાધ્રોઇ ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલાયા છે. બ્રાહ્મણી-2 ડેમમાં 1 દરવાજો 1 ફુટ ખોલાયા છે. મચ્છુ-2 ડેમના 12 દરવાજા 8 ફુટ ખોલાયા છે. મચ્છુ-3 ડેમના 15 દરવાજા 5 ફુટ ખોલાયા છે. ડેમી-2 ડેમના 12 દરવાજા 7 ફુટ ખોલાયા છે. ડેમી-3 ડેમના 13 દરવાજા 5 ફુટ ખોલાયા છે.
સાબરકાંઠા જિલ્લાના ગોરઠીયા ડેમના તમામ 15 ગેટ ખોલાયામાં આવ્યા છે. જવાનપુરા ડેમના તમામ 15 ગેટ ખોલાયા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.