Gen Bipin Rawat Chopper Crash

Gen Bipin Rawat Chopper Crash તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત 14 અધિકારી સવાર હતાં, જેમાં મળતી માહિતી પ્રમાણે 13 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં CDS બિપિન રાવતનું (CDS Bipin Rawat death) મોત નીપજ્યું હતું. સીડીએસ રાવતના પત્ની મધુલિકા રાવત પણ હેલીકોપ્ટરમાં સવાર હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું છે

દૂર્ઘટના અંગે વડાપ્રધાન મોદીને જાણકારી અપાઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (CDS Bipin Rawat), તેમના પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર તમિલનાડુમાં ક્રેશ (helicopter crash) થઇ ગયુ છે. આ સાથે મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં લગભગ 14 લોકો હતા. યાત્રીઓમાં સીડીએસ રાવતની પત્નીનું નામ પણ સામેલ છે.

આ દૂર્ઘટનામાં તપાસના આદેશ અપાયા છે

મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024