લ્યો બોલો! BJP સમર્થકે આંગળી કાપી મંદિરમાં અર્પણ કરી દીધી, ભાજપને હારતું જોઈ માની હતી માનતા

છત્તીસગઢના બલરામપુરમાં એક ભાજપ સમર્થકની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચૂંટણી પરિણામનાં દિવસે શરૂઆતમાં કોંગ્રેસને લીડ મળતી જોઈને આ વ્યક્તિ ચિંતામાં પડી ગયો હતો. ત્યાર પછી આ વ્યક્તિ મંદિરમાં ગયો અને લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે માનતા માની. એ પણ પૈસા ચઢાવવાની કે વ્રત રાખવાની નહીં, પણ પોતાની આંગળી કાપીને ધરી દેવાની માનતા માની હતી. 

છત્તીસગઢમાં ભાજપ 11માંથી 10 લોકસભા બેઠકો પર જીત્યું હતું. દેશની કુલ 543 લોકસભા બેઠકોમાંથી ભાજપ 240 પર અને સાથી પક્ષોનાં સહયોગથી 293 જેટલી બેઠકો જીતી શક્યું હતું. છત્તીસગઢના બલરામપુરનાં (Chattisgarh Balrampur) દીપપડીના રહેવાસી આ ભાજપ સમર્થકનું નામ દુર્ગેશ પાંડે છે. તેની ઉંમર 30 વર્ષની છે અને તે ભાજપાનાં મોટા સમર્થક હોવાનો દાવો કરે છે. 4 જૂને, ચૂંટણી પરિણામોની જાહેરાતના દિવસે, જ્યારે ભાજપ શરૂઆતમાં પાછળ જોવા મળી રહ્યું હતું, ત્યારે દુર્ગેશ પાંડે નારાજ થઈ ગયા અને સરનામાં કાલી માના પ્રાચીન મંદિર પહોંચ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે જો ભાજપ જીતશે તો આંગળી કાપીને કાલી માને અર્પણ કરશે. 

સાંજે અંતિમ પરિણામ આવ્યા ત્યારે ભાજપ લીડ પર પહોંચી ગયું હતું. પોતે વ્રતનું પાલન કરવા માટે રાત્રે દુર્ગેશે મંદિરમાં જઈને પોતાના ડાબા હાથની આંગળી કાપીને કાલી માને અર્પણ કરી દીધી હતી. જોકે થોડા સમય બાદ પણ દુર્ગેશના હાથમાંથી લોહી નીકળવાનું બંધ થયું ન હતું. તેણે કપડું બાંધીને લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં લોહી વહેતું બંધ ન થયું. પરિવારના સભ્યોને મદદ માટે બોલાવવા પડ્યા હતા. આખરે આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે ડોકટર્સે બાદમાં કહ્યું હતું કે હવે તે ખતરામાંથી બહાર છે.

 • Nelson Parmar

  Related Posts

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે વરસાદ 24 થી 26 જૂન દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ   #ambalalpatel…

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી! A liquor party…

  You Missed

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

  હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
  Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024