પાટણમાં કોરોના ની બીજી લહેર માં અનેક પરિવારો નંદાયા છે કોઈ બાળકે પોતાના પિતા ગુમાવ્યા છે તો કોઈ બાળકે પોતાની માતા ગુમાવી છે તો કોઈ બાળકે પોતાના માતા-પિતા બન્નો ગુમાવ્યા છે જેનાં કારણે આવા નિરાધાર નિસહાય બનેલાં બાળકોના ઉછેર માટે પરિવારના અન્ય સભ્યો પણ ચિંતામાં મુકાયા છે ત્યારે શહેરની સેવાકીય સંસ્થાઆે સહિતના શ્રેષ્ઠીઆે દ્વારા આવાં બાળકોને દત્તક લઈને બાળકોને પગભર બનાવવાની પહેલ સ્વરૂપે રવીવાર નાં રોજ પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઆે કરતી જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન સંલગ્ન સેવાકીય સંસ્થા જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા પાટણની વિધવા મહિલાનાં બાળકની શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી દતક લોવાનો તેમજ શહેરની ગુરૂકૃપા સોસાયટી મિત્ર મંડળને કોરોના વોરિયર્સ તરીકે સન્માનવાનો સરાહનીય પ્રસંગ પ્રદેશ ભાજપનાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ ની ખાસ ઉપિસ્થત વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.
જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા દતક લીધેલ બાળકનાં પાયોનિયર સ્કુલમાં અભ્યાસ માટે આર્થિક રીતે મદદરૂપ બનવા માટે શહેરના દાતા પરિવારો ને કરાયેલ અપીલ નાં પગલો શહેરના શ્રેષ્ઠી ભાનુમતીબેન જયંતીલાલ ખત્રી પરિવારનાં અંબીશચંદ્ર ખત્રી નાં વરદ હસ્તે રૂ.૧૮૦૦૦ નો ચેક વિધવા મહિલા નાં બાળકનાં અભ્યાસ અર્થ અર્પણ કરવામાં આવ્યો હતો. તો જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા કોરોનાની બીજી લહેરમાં સેવાકીય પ્રવૃિત્ત કરનાર શહેરની ગુરૂકૃપા સોસાયટીના મિત્ર મંડળનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
જાયન્ટસ પાટણ પરિવારની આ પ્રસંસનિય સેવાકીય પ્રવૃિત્તને પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે સરાહનીય લખાવી આવાં જરૂરિયાતમંદ બાળકો નાં શિક્ષણ માટે પોતાની પાયોનિયર સ્કુલ માં પ૦ ટકા ફી માફ કરાશે તેવી જાહેરાત કરી કોરોના વોરિયર્સ ગુરૂકૃપા સોસાયટી મિત્ર મંડળ ને પણ શુભેચ્છાઆે પાઠવી હતી. આ પ્રસંગે ઉપિસ્થત રહેલા પાટણ નગરપાલિકાના કોપ્રોરેટર અને જાયન્ટસ પરિવાર પાટણ નાં પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલે પણ વિધવા મહિલા ને જીવન નિર્વાહ ચલાવવા એક વર્ષ સુધી રૂપિયા એક હજારનું રાશન ભરી આપવાની જાહેરાત કરી હતી.
વિધવા મહિલા નાં બાળકને દત્તક લોવાનાં અને કોરોના વોરિયર્સ તરીકે સન્માનવાના આયોજિત આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પરિવાર પાટણના પ્રમુખ નટવરભાઇ દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ,ઈશ્ર્વર ભાઈ પટેલ, કિરીટભાઈ ગાંધી, કોપ્રોરેટર મુકેશભાઈ જે.પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના સભ્યો તેમજ શહેરના પ્રબુધ્ધ આગેવાનો અને નગરજનો ઉપિસ્થત રહ્યા હતા.