Gold Sliver Price Today : પ્રથમ વખત સોનાની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને વટાવી ગઈ છે. સોમવાર, 20 માર્ચ, 2023 ના રોજ, MCX પર દિવસના ટ્રેડિંગ દરમિયાન, સોનું 60,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. શેરબજાર અને અન્ય કોમોડિટીમાં રોકાણકારોની ભારે વેચવાલી બાદ રોકાણકારો તેમના રોકાણને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે. સોનામાં વધી રહેલી ખરીદીને કારણે સોનું નવા ઐતિહાસિક રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.
IIFL સિક્યોરિટીઝના વાઇસ-પ્રેસિડન્ટ અનુજ ગુપ્તા જણાવે છે, શેરબજારમાં ચાલુ ઉતાર-ચઢાવના કારણે સોનાને સમર્થન મળ્યું છે. એને કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા મુજબ, સોનામાં 2020થી શરૂ થયેલી સુપર સાઇકલ અત્યારે પણ ચાલુ છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ 64,000 સુધી પહોંચી શકે છે.
Gold Price Today
MCX પર સોનું સવારે 59,418 રૂપિયા પર ખુલ્યું હતું. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ સોનું પહેલા 60,000ને પાર કરી ગયું અને પછી 60,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું. એટલે કે આજના કારોબારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ આશરે રૂ. 1000નો ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર સોના જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચાંદી રૂ. 69,000 પ્રતિ કિલોગ્રામને પાર કરી ગઈ છે અને હાલમાં રૂ. 69,100 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
કેરેટ | ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
24 | 59,671 |
23 | 59,432 |
22 | 54,659 |
18 | 44,753 |
ચાંદી 68 હજારની પાર | Silver Price Today
ચાંદી પણ 68 હજારની પાર નીકળી ગઈ. સર્રાફા બજારમાં એ 1477 રૂપિયા મોંઘી થઈ 68,250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી છે. અગાઉ 17 માર્ચના રોજ એક કિગ્રા ચાંદીનો ભાવ 66,773 રૂપિયા હતો.
દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)
શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
Chennai | ₹55,600 | ₹60,650 |
Mumbai | ₹54,800 | ₹59,780 |
Delhi | ₹54,950 | ₹59,930 |
Kolkata | ₹54,800 | ₹59,780 |
Bangalore | ₹54,850 | ₹59,830 |
Hyderabad | ₹54,800 | ₹59,780 |
Kerala | ₹54,800 | ₹59,780 |
Pune | ₹54,800 | ₹59,780 |
Vadodara | ₹54,850 | ₹59,830 |
Ahmedabad | ₹54,850 | ₹59,830 |
Jaipur | ₹54,950 | ₹59,930 |
Lucknow | ₹54,950 | ₹59,930 |
Coimbatore | ₹55,600 | ₹60,650 |
Madurai | ₹55,600 | ₹60,650 |
Vijayawada | ₹54,800 | ₹59,780 |
Patna | ₹54,850 | ₹59,830 |
Nagpur | ₹54,800 | ₹59,780 |
Chandigarh | ₹54,950 | ₹59,930 |
Surat | ₹54,850 | ₹59,830 |
Bhubaneswar | ₹54,800 | ₹59,780 |
Mangalore | ₹54,850 | ₹59,830 |
Visakhapatnam | ₹54,800 | ₹59,780 |
Nashik | ₹54,830 | ₹59,810 |
Mysore | ₹54,850 | ₹59,830 |
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.