દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : દિયોદર પોલીસે ટૂંકાગાળામાં ગુમસુદાના ગુન્હામાં 6 યુવતિ અને એક યુવક ને શોધી કાઢ્યા હતા. કોલ ડિટલ્સ અને ખાનગી બાતમી મેળવી તપાસ પૂર્ણ કરી પ્રજાને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો હતો.
કહેવાય છે કે પોલીસ પ્રજા ની રક્ષક છે તે કહેવત ને દિયોદર પોલીસે સારતર્ક કરી બતાવી પ્રજા ને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો છે, જેમાં દિયોદર પોલીસ ની આ કામગીરી સ્થાનિક પ્રજા એ બિરદાવી છે. દિયોદર પોલીસ મથકે ટૂંકાગાળામાં ગૂમસુદા ની ફરિયાદો નોંધાઇ હતી જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ જે એન દેસાઈ, એચ પી દેસાઈ, ASI રત્નીબેન ચૌધરી, PC સુરેશભાઈ ,જાલાજી, પ્રવિણકુમાર અને મહાવીરસિંહ સ્ટાફે ગુમસુદા ના ગુન્હામાં સઘન તપાસ કરી અલગ અલગ ગામ માંથી ઘરે થી કહ્યા વગર નીકળેલ 6 જેટલી યુવતી અને એક યુવક ની મહારાષ્ટ્ર ,ભુજ,સુરત,દાહોદ ,જેવા શહેરો માંથી ભાળ મેળવી તેમના પરિવારને સુપ્રત કરી એક સારી કામગીરી કરી છે. જેમાં ધનકવાડા ગામની 13 વર્ષ ની સગીરા ની પણ ભાળ મેળવી પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું જેમાં પોલીસ ની આ સરાહનીય કામગીરી પણ નગરજનોએ બિરદાવી છે.