Government Jobs
ગુજરાતના યુવાનો માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સારા સમાચાર આપ્યા છે. સી.એમ. રૂપાણીએ સરકારી પદો (Government Jobs) પર પસંદ થયેલા ઉમેદાવારોને તાત્કાલિક નિણૂક પત્રો આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નવા પદો પર ભરતીની જાહેરાત કરી છે.
રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ (Government jobs) પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશો. આગામી 5 મહિનામાં 20,000 ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જાહેર થયેલી ભરતીની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. સ્થિતિ સામાન્ય થયા બાદ સરકારી ભરતીની પરીક્ષા લેવાશે.
ગાંધીનગરમાં યોદાયેલી ઉત્તર સ્તરીય બેઠકમાં સીએમ રૂપાણીએ જીપીએસસી (GPSC)-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશ.
વિજય રૂપાણીએ આજે રાજ્યના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની (Government Jobs) નવી તકો ખોલતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગ્મી વ્યાપી ગઈ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે.
ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ હાથ ધરવા મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
