Srinagar
જમ્મુ કશ્મીરમાં અવારનવાર હુમલા થતા રહે છે.ત્યારે આજે સવારે જમ્મુ કશ્મીરના શ્રીનગર (Srinagar) માં નૂરબાગ વિસ્તારમાં ચાલી રહેલા CRPF શિબિર પર ગ્રેનેડથી હુમલો થયો હતો. હુમલામાં કોઇ જાનહાનિ કે ઇજાનો બનાવ બન્યો નહોતો. સિક્યોરિટી દળોએ તરત આ વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી.
ત્યારબાદ તાપસ હાથ ધરાઈ હતી કે ગ્રેનેડ ક્યાંથી ફેંકવામાં આવ્યો છે. કોણે ફેંક્યો છે. ગુરૂવારે બરાબર આ જ રીતે કુલગામ વિસ્તારમાં CRPF પર ગ્રેનેડ ફેંકાયો હતો.
આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો
કેન્દ્રના આદેશના પગલે સિક્યોરિટીએ આતંકવાદીઓને સાફ કરવા માંડ્યા ત્યારથી આતંકવાદીઓ રઘવાયા થઇને આ પ્રકારના હુમલા કરતા થયા હતા. આતંકવાદીઓ હવે દૂરથી આ રીતે ગ્રેનેડ ફેંકીને નાસી જાય છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.