GSEB SSC Result 2023 : ધોરણ-10નું 64.62% પરિણામ જાહેર, સુરત જિલ્લાએ ફરી બાજી મારી

પોસ્ટ કેવી લાગી?

GSEB SSC Result 2023 : ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 64.62 ટકા આવ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં સામાન્ય નીચું છે. પાછલા વર્ષે 65.18% પરિણામ આવ્યું હતું. એટલે કે પાછલા વર્ષ કરતા આ વર્ષે પરિણામ સામાન્ય ઓછું આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવનારી શાળાઓ અને 30% કરતા ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે 0% પરિણામ લાવનારી સ્કૂલોની સંખ્યા પણ પાછલા વર્ષ કરતા વધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 10નું પરિણામ આજે એટલે કે 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થયું છે.

જાહેરાત

આ વખતે ધોરણ10નું 64.62% પરિણામ જાહેર થયું છે. જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે. ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

આ રીતે જુઓ ધોરણ-10નું પરિણામ ( How to check SSC HSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan