• ઈયળોના ઉપદ્રવથી પાન રહીત બનતા દિવેલાના પાકમાં ઉત્પાદનમાં થતી ઘટ અટકાવવા રાસાયણિક દવાઓ અંગે માહિતી
  • પાટણ જિલ્લામાં ચાલુ સાલે સારા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે. સાંતલપુર તાલુકામાં મઢુત્રા આજુબાજુના વિસ્તારમાં આ પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ છે. જેનો નાશ ન કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટ પડવાની સંભાવના છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ જીવાતના નિયંત્રણ હેતુ વિવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઈયળો પાનની નસો સિવાય બીજો તમામ લીલો ભાગ ખાઈ પાનને ઝાંખરા જેવા બનાવી દે છે. જેના કારણે જો સમયસર આ ઈયળોનો નાશ ન કરવામાં આવે તો છોડ પાન રહિત બને છે અને ઉત્પાદનમાં ઘટ પડે છે.
  • જિલ્લાના ખેડૂતોને ઘોડિયા ઈયળોના ઉપદ્રવથી બચવા અને ઓછા ખર્ચે નિયંત્રણ માટે તેને હાથ વડે વીણી લેવી તેમજ ખેતરમાં પક્ષીઓ બેસી શકે તે મુજબ લાકડીના ટેકા મુકવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણીક દવાના છંટકાવ દ્વારા તેના પર નિયંત્રણ લાવવા એક પંપમાં ૩૦ મી.લી. ક્વિનાલફોસ (૦.૦૫%) અથવા ૩૦ મી.લી. કલોરપાયરીફોસ (૦.૦૪%) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (૦૫%) ઘન એક પંપમાં ૦૩ થી ૦૪ ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં ૧૫ દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો. શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે.
  • દિવેલાના પાકમાં યોગ્ય માત્રામાં અને સમયાંતરે દવાઓના છંટકાવ દ્વારા દિવેલાના પાકને થતું નુકશાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહેલ છે. વધુ માહિતી માટે ગ્રામ સેવકનો તથા કિસાન કોલ સેન્ટર ના ટોલ ફ્રી નમ્બર ૧૮૦૦૧૮૦૧૫૫૧ ઉપર સમ્પર્ક કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024