Domestic Violence Act 2005

જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા આયોજિત ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર/તાલીમ નું આયોજન રાધનપુર તાલુકા પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમીલાબેન રાઠોડ, બી.આર.સી કૉ ઓર્ડીનેટર હીરાભાઈ, સાંતલપુર તાલુકા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ, એ.એસ.આઇ ભાવનાબેન, તેમજ મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો એમ.એસ.કે. યોજના નો સ્ટાફ તેમજ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સ્ટાફ ICDS કચેરી માંથી સુપરવાઇઝર બહેનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો સ્ટાફ, સ્વાતિ સંસ્થામાંથી જશોદાબેન હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં હાજર જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન દ્વારા મહિલા અને બાળ વિભાગ માં ચાલતી વિવિધ યોજનાકીય વિગતવાર માહિતી હાજર બહેનોને આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમીલાબેન રાઠોડ દ્વારા ઘરેલુ હિંસા તેમજ દહેજ વિરોધી કાયદા અને તેની જોગવાઈઓ વિશે તેમજ આ કાયદા હેઠળ કયા કયા લાભ મળે તેની વિગતવાર માહિતી સચોટ અને સરળ ભાષામાં માર્ગદર્શન હાજર બહેનોને આપેલ. બી.આર.સી કૉ ઓર્ડીનેટર રાધનપુર હીરાભાઈ સાહેબ દ્વારા નારી શક્તિ તેમજ મહિલા સશક્તિકરણ વિશે હાજર બહેનોને વિસ્તૃત સમજ આપી હતી.

ત્યારે એ.એસ.આઇ ભાવનાબેન દ્વારા બહેનોને જણાવ્યું કે કોઈપણ બેન ને તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું તેઓ હંમેશા ધ્યાન રાખશે કોઈપણ બેન ને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમની સેવા માટે તેઓ હંમેશા તત્પર છે તેવો સકારાત્મક પ્રેરણાદાયી વિશ્વાસ અપાવ્યો હતો.

ઉપસ્થિત કાર્યક્રમમાં હાજર મહાનુભાવો દ્વારા બાળકી ઓ ને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત વહાલી દિકરી યોજનાના હુકમનો વિતરણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે અલકાબેન પ્રજાપતિ દ્વારા કાર્યક્રમમાં હાજર સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024