વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર, આ રહ્યું લિસ્ટ.

- Advertisement -

This browser does not support the video element.

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી :

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી સાત બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે.

આ જાહેર કરાયેલા નામોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ભાજપે ટિકિટ આપી છે. લિંબડી બેઠક માટે ભાજપે હજી ઉમેદવારના નામની ઘોષણા કરી નથી.

ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર

  1. અબડાસા – પ્રદ્યૂમનસિંહ જાડેજા
  2.  મોરબી – બ્રિજેશ મેરજા
  3.  ધારી – જે.વી.કાકડિયા
  4. ગઢડા – આત્મારામ પરમાર
  5.  કરજણ – અક્ષય પટેલ
  6. ડાંગ – વિજય પટેલ
  7. કપરાડા – જીતુ ચૌધરી

ચૂંટણીનો કાર્યક્રમ

તારીખપ્રક્રિયા
9 ઓક્ટોબરજાહેરનામું બહાર પડશે
16 ઓક્ટોબરઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
17 ઓક્ટોબરઉમેદવારી ફોર્મની ચકાસણી
19 ઓક્ટોબરઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે
3 નવેમ્બરમતદાન
10 નવેમ્બરમતગણતરી

કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી

રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.