Heritage tourism policy

Heritage tourism policy

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર (Heritage tourism policy) કરવામાં આવી છે.  મુખ્યમંત્રી દ્વારા ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. આ પોલીસીને કારણે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે.

હેરિટેજ ટુરિઝમ પોલિસી (Heritage tourism policy) ની જાહેરાતથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા તથા માણવા મળશે. આ નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

CM રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી નાંખી છે. તથા સ્થાનિક સ્તરે રોજગારની તકોની સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરવામાં આવ્યો છે.

આ પૉલિસિ અંતર્ગત 1 જાન્યુઆરી 195 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી (Heritage tourism policy) હેઠળ ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે.

હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખામાં કોઈ છેડછાડ નહીં કરાય. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે. તેમજ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં હેરિટેજ હોટલ માટે રૂ.5થી 10 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

આ ઉપરાંત હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે.

રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસિક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.

રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને નવી પોલિસીમાં બુસ્ટઅપ મળશે. મુખ્યમંત્રીને વિદેશી હૂંડિયામણથી આવકના વધુ સ્ત્રોત ઊભા કરવાનો વિકાસલક્ષી પ્રેરણાદાયી વિચાર બિરદાવવામાં આવ્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024