online development permission

online development permission

  • પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ઓન લાઇન વ્યવસ્થાઓ (online development permission) વિકસાવી સામાન્ય માનવીને કચેરીઓમાં જવું જ ન પડે તેવી સ્થિતી નિર્માણ કરી છે.
  • જનસુવિધા-લોક વિકાસના કામોમાં કોઇ ગેરરીતિ-ભ્રષ્ટાચારને અવકાશ જ ન રહે તેવી રાજકીય ઇચ્છાશકિતથી ઓન લાઇન પધ્ધતિથી ગુજરાત ગુડ ગવર્નન્સમાં દેશનું દિશાદર્શન કરે છે.

લોકો ઇમાનદાર છે-તેઓ વ્યવસ્થા ઇચ્છે છે ૧ ટકો ખોટું કરનારા સામે પગલાં લેવાશે-૯૯ ટકા સાચું કરનારાને તકલીફ ન પડે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સમસયની અને લોકોની માંગ છે

  • હવેથી લો રાઇઝ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પ્લાન પાસીંગ સંપૂર્ણ બંધ
  • ઓનલાઇન પરમીશન માત્ર ર૪ કલાકમાં મળી જશે
  • આંટીઘૂંટીઓ વાળી જટિલ પ્રક્રિયા ખૂબ સરળ કરી માત્ર ૧પ વાઇટલ-જરૂરિયાત વાળી બાબતોને ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે પ્લાન પાસ થઇ શકશે
  • ભવિષ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ ODPS શરૂ કરવા રાજ્ય સરકારની નેમ
online development permission

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.

ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ જાહેર કર્યુ કે સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસ લેશ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે
શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનીશલતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર ઇમાનદારીથી આ સરકાર કાર્યરત છે.

જનતા જનાર્દનની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ થાય તેને કયાંય ધક્કા ખાવા ન પડે, કચેરીઓમાં પોતાના કામો માટે ટેબલે-ટેબલે ભટકવું ન પડે તેવા સંવેદનશીલ અભિગમથી આપણે અનેક પહેલરૂપ સુધારાઓ કર્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમારા કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, લોકો ઇમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. તેઓ માત્ર વ્યવસ્થા ઇચ્છે છે. સરકાર પણ આવી ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લીવીંગ વધારી રહી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, હવે આ નવી ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે.

આ ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, જે ૧ ટકા લોકો ખોટું કરનારા છે તેમની સામે પગલાં લેવા સરકાર સંકલ્પબદ્ધ છે સાથે જ ૯૯ ટકા લોકોને ખોટી રીતે તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્ધતા છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ નવી વ્યવસ્થા વિકસાવવામાં GDCRમાં સુધારા કરી કોમન GDCR કર્યો છે. એટલું જ નહિ, FSI, હાઇટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફટી જેવી ૧પ જેટલી વાઇટલ મહત્વની બાબતો પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે ર૪ કલાકમાં જ રજા ચિઠ્ઠી સાથે પ્લાન પાસ થઇ જાય તે સુનિશ્ચિત કર્યુ છે.

તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિને ખેવના હોય કે તેનું પોતીકું ઘર બને પરંતુ આવા ઘર-મકાનના પ્લાન પાસ કરાવવામાં તેના પગના તળિયા ઘસાઇ જતાં. આપણે એવી સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે ને ર૪ કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ ના થાય તેવું ઇચ્છનારાઓ સામે પોલિટીકલ વિલ અને પ્રજાહિતની પ્રતિબદ્ધતા સાથે મક્કમતાથી આગળ વધી આ સરકારે ODPSની શરૂઆત કરી છે. આપણે ભય-ભૂખ-ભ્રષ્ટાચાર દૂર કરવા છે એમ પણ તેમણે કહ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ટાઉન પ્લાનીંગ સ્કીમ-ટી.પી.ની મંજૂરીઓમાં પણ આ સરકાર દર વર્ષે ૧૦૦ ટી.પી મંજૂરીની સદી ફટકારવા સાથે આગળ વધી છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે ટી.પી મંજૂરીની સદી કરીયે છીયે. આ વર્ષે પણ કોરોના સંક્રમણ છતાં ડિસેમ્બર સુધીમાં શતક પાર કરવાની નેમ તેમણે દર્શાવી હતી.

આ પણ જુઓ : ગુજરાતની વધુ એક કંપનીને કોરોના વેક્સિન ટ્રાયલની મંજૂરી મળી

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે અને કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રતિકરૂપે રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રુવલ અને રજા ચિઠ્ઠીનું આર્કીટેકટ-ઇજનેરોને વિતરણ કર્યુ હતું. મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને યોગેશભાઇ પટેલ તેમજ મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો આ પ્રારંભ અવસરે જોડાયા હતા.

રાજ્યની મહાપાલિકાના કમિશનરો, નગરપાલિકાઓના ટાઉન પ્લાનીંગ અધિકારીઓ, નગર નિયોજન તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં મુખ્ય નગર નિયોજક શ્રી બિજલ શાહે આ પદ્ધતિની વિશેષતાઓ સ્વાગત પ્રવચનમાં વર્ણવી હતી. અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીએ આભારદર્શન કર્યુ હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024