Corona

વૈશ્વિક મહામારી કોરોના (Corona) નો હાહાકાર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. તો ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકરો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને કોરોના સંક્રમિત બન્યા છે. તો અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા છે.

ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તથા આ સંદર્ભે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને વિગતવાર માહિતી મેળવી છે.

મળતી માહિતી મુજબ, કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી. ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના કેરટેકરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024