Gujarat Local Body Election – 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ત્યારબાદ 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.
જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.
- 91 હજાર 700થી વધુ EVM સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે.
- 1 ફેબ્રુઆરીના મનપાનું જાહેરનામું બહાર પડશે
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls)ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી.
રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે. જેમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
- 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ત્યારબાદ 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.
- 91 હજાર 700થી વધુ EVM સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે.
- 1 ફેબ્રુઆરીના મનપાનું જાહેરનામું બહાર પડશે