Corona Guideline

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને રાજયના નાગરિકોના સ્વાથ્ય-આરોગ્યના વિશાળ હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા આરોગ્ય મંત્રી, રૂષિકેશભાઈ પટેલ તેમજ મુખ્યસચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવોની આ બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી તા.૩૦.૧૧.૨૦૧૧ના ૨૦૨૧ના હુકમ ક્રમાંક : વિ-૧/કઅ/૧૦૨૦૨૦/૪૮૨-A તથા તા.૨૪.૧૨.૨૦૨૧ના હુકમ ક્રમાંક: વિ-
૧/કઅ/૧૦૨૦૧૦/૪૮૨ થી રાજયના ૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ તથા અમલમાં મુકવામાં આવેલા નિયંત્રણો તેમજ ગૃહ વિભાગના તા.૩૦.૧૧.૨૦૨૧ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅપ/૧૦૨૦૧૦/૪૮૨- Bથી સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૦૭.૦૧.૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલા છે.

૨, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમ અનુસાર કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના તા.૨૧.૧૨.૨૦૨૧ના અ.સ.પત્રથી રાજયોને કોરોનાનો વ્યાપ અટકાવવા માટે આપવામાં આવેલ સૂચનાઓનો રાજય સરકાર દ્વારા અમલ કરવાનો રહે છે.

3, રાજયની વર્તમાન પરિસ્થિતી અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટિની બેઠકમાં સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સમીક્ષા બાદ રાજયમાં નીચે મુજબના નિયંત્રણો તા.૦૮.૦૧.૨૦૨૨ થી તા.૧૫.૦૧.૨૦૨૨ સુધી અમલમાં મૂકવા નિર્ણય લેવામાં આવેલ છે.

ઉપરોકત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વૈસિનના બે ડોઝ ફરજિયાત રહેશે.

રાત્રિ કર્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે

(૧) બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની રહેશે,
(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, S” કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૩) શત્રિ ઉજ્જુના સમયગાળા દરમ્યાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૌક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અઘિકારીઓ/ કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે,
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

રાત્રિ કર્ફયુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3) ઓકિસજના ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4) ઈન્ટરનેટ/ટેલિફોન /મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.
5) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
6) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
7) પોસ્ટ અને કુરીયર સર્વિસ
8) ખાનગી સિક્યુરીટી સેવા
9) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
10) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
11) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
12) આંતરરાય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024