સામગ્રી:-

  • 2પેકેટ(400 ગ્રામ) હક્કા નૂડલ્સ, 10-12 મશરૂમ,1 લીલી ડુંગળી, 10 કળી પીસેલું લસણ, 1 ડુંગળી(સ્લાઇસ), 1/2 ઇંચ આદુ(પીસેલું), 1 લાલ કેપ્સિકમ, 1 લીલું કેપ્સિકમ, 1 ચમચી સોયા સૉસ, 1 ચમચી સરકો, 4 લીલી મરચાં,1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી બટર, 1 ચમચી કાળા મરી, સ્વાદ અનુસાર મીઠું. 

રીત:-

  • નૂડલ્સને એકસાથે 10 મિનિટ સુધી થોડું મીઠું નાંખીને બાફો. પછી પાણી નિતારી એક બાજુએ મૂકી દો. એક કઢાઇ લો. અને તેને સામાન્ય તાપ પર રાખો. પછી તેમાં બટર નાંખો અને પછી ઉમેરો બારીક કાપેલા મશરૂમ. આને 2 મિનિટ સુધી રહેવા દો પછી તેમાં સરકો અને સોયા સૉસ નાંખો. 2 મિનિટ સુધી રાંધ્યા બાદ પછી 2 કપ પાણી નાંખો અને પછી 10 મિનિટ સુધી મધ્યમ આંચે રાંધો. આ રીત મશરૂમ સૉસ બનાવવા માટે છે.
  • હવે બીજી કઢાઈ ગેસ તાપ પર રાખો અને તેમાં ઓલિવ ઓઇલ નાંખો. ત્યારબાદ તેમાં અડધા કાપેલા મશરૂમ નાંખી થોડી મિનિટ રંધાવા દો અને પછી તેને એક બાજુએ મૂકી દો. હવે વધેલા તેલમાં કાપેલા લીલા મરચાં અને ડુંગળીને રાંધો અને જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં લસણ, આદું, લીલી ડુંગળી અને કેપ્સિકમ નાંખો. ધીમાંતાપે 2 મિનિટ સુધી રાંધ્યા બાદ તેમાં બાફેલા નૂડલ્સ નાંખો અને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ચાર મિનિટ સુધી તળો. અત્યારસુધી તમારો મશરૂમ સૉસ બનીને તૈયાર થઇ ચૂક્યો હશે તેને નૂડલ્સ પર નાંખી દો. પછી તળેલા મશરૂમ અને મીઠું નાંખો અને હલકી આંચે રાંધો. તૈયાર છે તમારા મશરૂમ ચિલી નૂડલ્સ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024