Hardik needed to maintain warmth when leaving the party

કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપતી વખતે હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો, જેમાં કૉંગ્રેસ પાર્ટી, પ્રદેશ કૉંગ્રેસ અને કૉંગ્રેસના શીર્ષ નેતૃવ્ય વિરુદ્ધ હાર્દિકે અનેક આક્ષેપ કર્યાં છે. કૉંગ્રેસના તમામ મોટા નેતાઓએ હાર્દિકના આક્ષેપોનો જવાબ આપ્યો છે. આજે (શુક્રવારે) વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ પત્રકાર પરિષદ સંબંધોની હાર્દિકના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, જે લોકોએ પ્રેમ આપ્યો તેને જ હાર્દિકે ગાળો આપી છે. હાર્દિક પટેલે ગરીમા સાથે કૉંગ્રેસ છોડવાની જરૂર હતી.

હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા ગુજરાતવિરોધી છે, જેના જવાબમાં મેવાણી કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતવિરોધી પાર્ટી છે એવું કહો એ યોગ્ય નથી. તમને કોંગ્રેસ સામે કોઈ વાંધો વિરોધ થઈ શકે, એને કારણે તમે ગુજરાતવિરોધી અને દેશવિરોધી ચિતરવાની વાત કરો.

જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, “હું કૉંગ્રેસ સાથે છું અને રહીશ. ગુજરાત અને દેશમાં લાખો યુવાનોને હું અને કૉંગ્રેસ પાર્ટી સાથે મળીને જોડીશું. હાર્દિક પટેલ આંદોલનના સંઘર્ષના સાથી હતા. બીજા પણ મિત્રોએ કૉંગ્રેસ પાર્ટી છોડી છે. કૉંગ્રેસ પાર્ટી છોડતી વખતે તમે તમારો વૈચારિક વાંધો રજૂ કરી શકો. તેમણે બીલો ધ બેલ્ટ જવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રકારની ગરીમા જાળવવી જોઈએ તે જાળવી નથી, તેના બદલે જે પ્રકારની ભાષાન પ્રયોગ કર્યો તે યોગ્ય નથી. કૉંગ્રેસ પાર્ટીને ગમે ગુજરાત વિરોધી પાર્ટી કેવી રીતે કહી શકો. ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી 27 વર્ષથી સત્તામ ન હોવા છતાં તેના એક એક કાર્યકરોએ પાર્ટીને બેઠી કરવા અને જીવતી રાખવા માટે મહેનત કરી છે.”

જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, “તમને કૉંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો પડે તો આખા કૉંગ્રેસ પક્ષને દેશ અને ગુજરાત વિરોધી ચિતરવાનો પ્રયાસ યોગ્ય નથી. ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની શું જરૂર હતી? આ કોઈ દલીલનો મુદ્દો નથી. જે માણસે તમને પ્રેમ આપ્યો તેમને ટાર્ગેટ કર્યાં. તમે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરી શકતા હતા. પાર્ટીના અનેક મોટો નેતાઓને પણ આવો એક્સેસ નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024