હારિજ પંથકમાં વરસાદ આેછો થતા ખેતીવાડી ઉત્પન્ના બજાર સમિતિ ખાતે દીવેલા અને ગવાર સહિત દરેક ખેત પેદાશમાં ઉછાળો આવ્યો છે. જેમાં દિવેલાના ભાવ મંગળવારે ર૦ કિલો દીઠ રૂ. ૧૧૮૦ હતાં, જ્યારે બુધવારે આગ ઝરતી તેજી નોંધાતા ર૦ કિલો દીઠ રૂ.૧૩૦૩ સુધીના ભાવ પડ્યા હતાં.
જેમા એક જ રાતમાં રૂ.૧ર૦ નો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ગવારમાં ૧રપ૦ થી ૧૩૩પ સુધીના ભાવ વધતાં એક માસમાં ડબલ ભાવ થયાં છે. જ્યારે યાર્ડના સેક્રેટરી નરિસહભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ વરસાદ ખેંચાતાં વાયદા બજારમાં વધારો આવતાં ભાવો ઉચકાયા હોવાનું જણાવ્યું હતું.