તા.ર૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. જેના ભાગરૂપે હારીજ શહેર ખાતે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપિસ્થતીમાં પાટણ જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યાં મંત્રીશ્રી ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિઘ ગુલાટીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીની કામના સાથે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. નિષ્ણાંતોના મત મુજબ ત્રીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે ત્યારે દરેક નાગરિક કોરોના પ્રતિરોધક રસી લે તે આવશ્યક છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમરસ હોસ્ટેલો અને શાળાઆેને કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત કરવા સહિતના રાજ્ય સરકારના દિર્ઘદ્રષ્ટીપૂર્ણ અને ત્વરિત નિર્ણયોના કારણે બીજી લહેર દરમ્યાન રાજ્યના નાગરિકોને સમયસર આરોગ્યલક્ષી સેવાઆે ઉપલબ્ધ થઈ.સાથે જ સ્વૈિચ્છક સંસ્થાઆે અને ખાનગી કંપનીઆેને કરેલી અપીલના પગલે જિલ્લામાં ૧૦,૦૦૦થી વધુ દવાઆેની કીટ તથા ર૦ ટન જેટલો આેિક્સજનનો જથ્થો ઉપલબ્ધ બન્યો હતો.

બધાને વેિક્સન, મફત વેિક્સન માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ પાઠવતાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખાનગી હોિસ્પટલ્સમાં એક હજાર રૂપિયાની કિંમતે મળતી રસી ગુજરાતના પનોતાપુત્ર અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની જનતા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે. ત્યારે પ્રત્યેક નાગરિકને સરળતાથી રસી ઉપલબ્ધ થાય તેની ચિંતા કરી રાજ્ય સરકારશ્રીની સુચનાથી તંત્ર દ્વારા પાટણ જિૡામાં ૧ર૮ જેટલા વેિક્સનેશન બુથ કાર્યરત કરવામાં આવ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુદર ઘટાડી શકાય તે માટે તમામ નાગરિકોને રસી લેવા અને અન્ય લોકોને રસીકરણ માટે પ્રેરણા આપવા મંત્રીશ્રીએ ઉપિસ્થત સૌને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં રસીકરણ મહાઅભિયાન પર નિર્મિત ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સ્પોટ રજીસ્ટ્રેશન બાદ વેિક્સનેશનની કામગીરીને કેબિનેટ મંત્રીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોએ પ્રત્યક્ષ નિહાળી હતી. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ર૪ સ્થળોએ વિવિધ પદાધિકારીશ્રીઆે તથા અધિકારીશ્રીઆેની ઉપિસ્થતિમાં રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

આ પ્રસંગે હારીજ શહેર સંગઠન પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી, હારીજ નગરપાલિકાના પ્રમુખશ્રી સહિતના પદાધિકારીશ્રીઆે, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તથા ચીફ આફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઆે ઉપિસ્થત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024