Strike

Strike

ગુજરાતમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની કામગીરીની શરૂઆત થઇ રહી છે. આ સંજોગોમાં રસીના આગમન સમયે જ રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ હડતાળનુ એલાન જારી કર્યુ છે.

મંગળવારથી રાજ્યના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્ક્સ મુદતની હડતાળ (Strike) પર જશે. આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ સાથે બેઠક યોજ્યા બાદ પણ કોઈ જ ઉકેલ ન મળતા રાજયની 33 જિલ્લા પંચાયતના 33 હજાર આરોગ્ય કર્મચારીઓ ભાજપ સરકાર સામે મોરચો માડવા નક્કી કર્યુ છે.

આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી ત્રણે કૃષિ કાયદા પર પ્રતિબંધ

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યુ છેકે, 12મી જાન્યુઆરીએ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે. આ ઉપરાંત ગાંધીનગરમાં કોવિડની માર્ગદર્શિકાનુ પાલન કરી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ-ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરશે. આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે પણ રસી લેશે. એટલું જ નહીં, કોરોનાની રસી આપવાની કામગીરીથી અળગા રહેશે.