Bulgaria women

પુત્રીને લઇને બજારમાં જાય છે માતા-પિતા

શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં પુત્રીઓને લગ્ન માટે બજારમાં વેચવામાં આવે છે? ચોંકી ગયા ને! આજે અમે તમને તે દેશ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં બજારમાં લગ્ન માટે છોકરીઓની બોલી લગાવવામાં આવે છે. એટલું જ નહી તેમના માતા-પિતા જ તેમને બજારમાં લઇને જાય છે.

છોકરીઓને તેમના માતા-પિતા દુલ્હનોના માર્કેટમાં લઇને પહોંચે છે. આ બજારમાં દુલ્હનના તમામ ખરીદદાર હોય છે, જે તેમની બોલી લગાવે છે. જે સૌથી વધુ બોલી લગાવે છે માતા-પિતા પોતાની પુત્રીનો સંબંધ તેમની સાથે નક્કી કરી દે છે.

વર્ષમાં 4 વાર લાગે છે બજાર

બુલ્ગારિયાના સ્તારા જાગોર (Stara Zagora, Bulgaria) નામની જગ્યા પર વર્ષમાં ચાર વાર દુલ્હનોનું બજાર લાગે છે. અહીં આવનાર વરરાજા પોતાની પસંદની દૂલ્હન ખરીદીને પોતાની પત્ની બનાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ માર્કેટમાં લઇ જનાર છોકરીઓ મોટાભાગે સગીરા હોય છે. આ છોકરીઓની ઉંમર માત્ર 13 થી 17 વર્ષની હોય છે.

આ સમુદાય લગાવે છે દુલ્હનોનું બજાર

દુલ્હનોનું બજાર કલાઇદઝી સમુદાય (Kalaidzhi Community) તરફથી લગાવવામાં આવે છે અને આ સમાજના લોકો દુલ્હન ખરીદે પણ છે. અહીં કોઇ બહારની વ્યક્તિ દુલ્હન ખરીદી ન શકે. એક રિપોર્ટ અનુસાર આ સમાજમાં લગભગ 18000 લોકો છે. કહેવામાં આવે છે કે આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરા સામે કોઇ વાંધો નથી, કારણ કે તેમને શરૂઆતથી જ તેના માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે.

ઘણા દિવસો પહેલાં શરૂ થઇ જાય છે તૈયારી

દુલ્હનોના બજારમાં પહોંચવા માટે આ છોકરીઓ ઘણા દિવસો પહેલાંથી જ તૈયારી શરૂ કરી દે છે. મોટાભાગના પૈસા મળવા માટે તેમનું સુંદર દેખાવવું જરૂરી છે. તેના માટે તે સારા કપડાં અને મેકઅપ સાથે બજારમાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024