Auto Rickshaw

ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકોને (Auto Rickshaw) લઈને રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. રાજ્યના રિક્ષા ડ્રાઇવરો માટે સરકાર તરફથી આર્થિક સહાય અંગે રિટ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે હકારાત્મક વલણ અપનાવી સરકારને આ અંગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રિક્ષા (Auto Rickshaw) ડ્રાઇવરોની મદદ માટે પગલાં લેવા જણાવ્યું છે. તથા આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને લાભ મળે તે જરૂરી હોવાનું કહ્યું હતું.

જાગૃત ઓટો રિક્ષા (Auto Rickshaw) ડ્રાઈવર યુનિયન અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન વતી એડવોકેટ  કે.આર. કોષ્ટી દ્રારા નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતે રીટ પિટિશન પી.આઈ.એલ માં સિવિલ અરજી દાખલ કરવામાં આવી હતી.

જે બાબતે આજરોજ સુનાવણીમાં તેઓના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આપણા દેશના અન્ય રાજ્યો જે રીતે ઓટો રીક્ષા ચાલકોની આર્થિક મદદ કરી છે એ રીતે ગુજરાત રાજ્ય પણ ઓટોરિક્ષા ચાલકોને આર્થિક મદદ  કરવી જોઈએ. તેવી અરજદાર દ્વારા રાજ્ય સરકારને વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

યુનિયનએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ઓટો રિક્ષા ચાલકો બાબતે કોઈ માહિતી જોઈતી હોય તો અમે તેમને મદદ કરવા તૈયાર છીએ. સુનાવણી દરમિયાન આત્મનિર્ભર સહાયના નામે એક લાખ રૂપિયા આપવાની યોજના બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની આ સહાય આપવાના નીતિ નિયમો હળવા કરવા અને સામાન્ય વ્યક્તિને લોન મળી રહે તે બાબતે એવું ધ્યાન  રાખી નિયમ હળવા કરવા જણાવ્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024