Himmatnagar

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સાર્વત્રિક વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરમાં નદીમાં પુર આવ્યું. દરમિયાન હાથમતી નદીના કિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા વાયરલ કરેલા વિડીયો મુજબ નદી પાસે એક સ્મશાન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો અને પાણીના વહેણમાં લાકડાઓ પણ અલગ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ વિજયનગરના પરવઠ ગામના વૃદ્ધનું સોમવારે મોત નીપજ્યું હતું. મંગળવારે બપોરે ઘરેથી સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં અચાનક પૂર આવતા વૃદ્ધનો સળગતો મૃતદેહ પાણીના વહેણમાં તણાઈ જતાં સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024