HNGU

HNGU

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) ના વહીવટી ભવન બહાર 50 જેટલા છાત્રો ભુખ હડતાલ પર ઉતર્યા હતા. બી.એ, બી.કોમના સેમિસ્ટર – 5 ની ઓફલાઈનના બદલે ઓનલાઇન જ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ સાથે ભુખ હડતાલ કરવામાં આવી હતી.

આ બાબતે કુલપતિ દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા છાત્રોમાં રોષ જોવા મળ્યો હતો. માર્ચ જુનની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે દિવાળી બાદ ઓક્ટોબર ડિસેમ્બરની પરીક્ષાઓમાં યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન અને ઓનલાઇન લેવામાં આવનાર છે.

આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા

ત્યારે સ્નાતક કક્ષામાં બી.એ અને બી.કોમમાં સૌથી વધુ સંખ્યા હોઈ બી.એ અને બી.કોમ સેમ 5ની ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવનાર હોઈ હાલમાં વધતા કેસોને લઇ સંક્રમિત થવાનો ભયથી પરીક્ષા માટે જ કોલેજોમાં આવવાની ફરજ પડશે ઉપરાંત તેમને રહેવા અને ખાવાની મુશ્કેલીઓ ઉભી થશે એવી સમસ્યાઓ દર્શાવી વિદ્યાર્થીઓ ભુખ હડતાળ કરવામાં આવી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024