Home Minister Amit Shah will participate in Rath Yatra in Gujarat for 2 days from today
  • ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતમાં
  • ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
  • અમદાવાદ રથયાત્રામાં અમિત શાહ લેશે ભાગ 
  • અમિત શાહ ‘સહકારથી સમૃદ્ધી’ કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમિત શાહે આજે (6 જૂલાઈ, શનિવાર) ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર સ્થિત 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે ‘સહકારથી સમૃદ્ધી’ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે બે કલાકે તેઓ બનાસકાંઠા પહોંચશે, બનાસકાંઠા જિલ્લાના ચાંગડા ગામે આયોજીત સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને મહિલા દૂઘ ઉત્પાદકોને ઝીરો ટકા વ્યાજના Rupay ક્રેડિટ કાર્ડ વિતરણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સાંજે પ કલાકે પંચમહાલ જિલ્લાના મહુલીયા ગામ પહોંચશે અને અહીં ચાલતા સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યાર બાદ ગોધરા સ્થિત પંચામૃત ડેરી ખાતે સાંજે 5.45 કલાકે તેમની જિલ્લાના સહકારી બેન્કો અને ડેરીના ચેરમેનશ્રીઓ સાથે બેઠક કરશે.

આવતીકાલે એટલે કે 7 જૂલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનારી છે. આ રથયાત્રામાં અમિત શાહ ભાગ લેશે અને સવારે 4 કલાકે જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતી કરશે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024