Love jihad

Supreme Court

શુક્રવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા. કોર્ટે કહ્યું છે કે જે હૉસ્પિટલોએ ફાયર NOC નથી લીધો તો તાત્કાલિક ચાર સપ્તાહની અંદર એનઓસી લઈ લે. કોર્ટે નિર્દેશ કર્યા છે કે જો ચાર સપ્તાહમાં હૉસ્પિટલ ફાયર એનઓસી ન લે તો તેની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે.

કોર્ટે કહ્યું કે, દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાનો રહેશે જે રિપોર્ટ રાજ્યને સોંપશે. કોર્ટે તમામ રાજ્યોને કોવિડ-19 સમર્પિત હૉસ્પિટલોમાં આગ સંબંધી સુરક્ષા તપાસ (ફાયર સેફ્ટી ઓડિટ) કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ જુઓ : રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો

સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દર મહિને કોવિડ-19 દેખભાળ સુવિધાઓ સહિત તમામ હૉસ્પિટલોની ફાયર સેફ્ટી ઓડિટ કરાવવા માટે સમિતિઓની રચના કરવા માટે કહ્યું છે. સાથોસાથ એવું પણ કહ્યું છે કે રાજ્યને એક નોડલ અધિકારી નિયુક્ત કરવા જોઈએ જે હૉસ્પિટલોમાં આગથી સુરક્ષા માટે જવાબદાર હશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024