Human trafficking
સુરતના પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતી મળી કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. સુરતમાં હ્યુમન ટ્રાફિકિંગ (Human trafficking) ના નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેરના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી આ નેટવર્ક પકડાયું છે.
મળતી માહિતી મુજબ, ઝારખંડથી ગુજરાત સુધી હ્યુમન ટ્રાફિકિંગ (Human trafficking) નું નેટવર્ક ઝડપાયું હોવાની ખબરથી ખળભળાટ મચી જવા પામી છે. તો સુરતના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આ ઓપરેશન પાર પડાયું છે.
- Rahul ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કર્યું આ ટ્વિટ…
- આ નગરપાલિકાના BJP ના 11માંથી 7 સભ્યોને આ કારણે કર્યા સસ્પેન્ડ
નવસારી SP ની ટિમ અને સુરત પોલીસની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા 1 મહિનાથી કામ કરાવવામાં આવતું હતું. યુવતીઓને સિલાઈ કામ શીખવાડવાના બહાને ઝીંગાની ફેકટરીમાં લગાવી દીધી હતી.
ઝારખંડથી યુવતીઓ લાવનાર મહિલા મંજુબેનની પણ અટકાયત કરાઈ છે. ઝારખંડના રાંચી જિલ્લામાં મહિલા વિરુદ્ધ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. અત્યારે તમામ યુવતીઓને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.