sexual intercourse
અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલી ૨૫ વર્ષીય યુવતીના લગ્ન ૬ વર્ષ પહેલા થયા હતા. આ દંપતીને સંતાનમાં ૩ વર્ષનું બાળક છે. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે થયેલું લોકડાઉન આ પત્ની માટે જાણે નર્ક સમાન સાબિત થયુ.
લોકડાઉનમાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે પત્ની સાથે સતત શારીરિક સંબંધ (sexual intercourse) બાંધવા દબાણ કરતો. પતિ દિવસના અને રાતના સમયે ૪-૪ વખત પત્ની સાથે શારીરિક સંબંધ બાંધીને તેના શરીરને ચૂંથી નાંખતો.
લોકડાઉન દરમ્યાન દરરોજ પતિ અનેકવાર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જેને લીધે તેની પત્નીને ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ પણ થઈ હતી. એટલું જ નહિ પરંતુ પત્ની જો શારીરિક સંબંધ માટે ના પાડે તો પતિ જબરજસ્તી કરતો અને માર મારતો હતો.
તેમજ પતિ તેને છોડી દેવાની ધમકી આપીને પોતાની હવસ સંતોષતો. જો કે, થોડા સમય પહેલા પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ (sexual intercourse) બનાવવા પ્રયત્ન કરતા પત્નીએ ના પાડતા તેને ઢોર માર પણ માર્યો.
આ દરમ્યાન તેના મકાન માલિકે સમગ્ર ઘટના જોઇને હેલ્પલાઇન ૧૮૧ અભ્યમ ટીમની મદદ માંગી હતી. અભ્યમ ટીમના કાઉન્સિલર ઘટના સ્થળે આવીને પીડિત મહિલાની પૂછપરછ કરી હતી. તેમજ યુવતીની વાત સંભાળીને સૌ કોઈ દંગ રહી ગયા હતા. તથા કાઉન્સિલરે પતિનુ કાઉન્સેલિંગ કર્યા બાદ તેને વધારે કાઉન્સેલિંગની જરૂર હોવાથી પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.