Divorce

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં એક પત્ની એ પોતાના પતિથી તલાક (Divorce) માંગ્યા છે. પત્નીનું કહેવું છે કે તેમના પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે. તેની સાથે કયારેય ઝઘડતા જ નથી. મહિલાએ લગ્નના લગભગ 18 મહિના બાદ તલાકની અરજી શરિયા કોર્ટમાં કરી છે.

શરિયા કોર્ટમાંથી Divorce ની અરજી નકાર્યા બાદ મહિલાએ સ્થાનિક પંચાયતમાં મદદ માંગી. પંચાયતે પણ આ કેસમાં કોઇપણ નિર્ણય આપવાની ના પાડી દીધી અને તેને પોતાના અધિકાર ક્ષેત્રથી બહાર ગણાવ્યું.

મહિલાએ કહ્યું કે તેના લગ્નને 18 મહિના થઇ ગયા. તેનો તેના પતિ સાથે કયારેય ઝઘડો થયો જ નથી. તેણે કહ્યું કે જ્યારે પણ હું કોઇ ભૂલ કરું છું તે હંમેશા મને માફ કરી દે છે. હું તેમની સાથે ઝઘડવા માંગું છું પરંતુ તેઓ હસતા-હસતા મારી વાત સાંભળે છે. પલટીને કયારેય જવાબ આપતા નથી. હું આવી જિંદગી જીવવા માંગતી નથી, જ્યાં પતિ દરેક વાત માટે સહમત હોય અને ઝઘડો ના કરે.

જ્યારે મહિલાની અરજી બાદ તેને બોલાવામાં આવી તો તેણે દલીલમાં કહ્યું હતું કે તે પોતાના પતિના પ્રેમને પચાવી શકતી નથી. ના તો તેઓ કયારેય તેના પર ગુસ્સે થયા છે અને ના તો કયારેય કોઇ મુદ્દા પર તેને નિરાશ કરી નથી. મહિલાએ જણાવ્યું કે, આવા માહોલમાં મારો શ્વાસ રૂંધાય છે. કયારેક-કયારેક તેઓ મારા માટે ખાવાનું પણ બનાવે છે અને ઘરનું કામ કરવામાં પણ મારી મદદ કરે છે. હું તેમને જે પણ કહું છું કે તરત માની જાય છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024