Navratri 2020
- વૈશ્વિક મહામારી કોરોનાના પરિણામે ગુજરાતની સંસ્કૃતિની પરંપરા નવરાત્રી (Navratri 2020) નહીં થઈ શકે તેનું કારણ છે કોરોનાનું વધતું સંક્રમણ.
- જો ગુજરાતમાં આ નવરાત્રીનું આયોજન નહીં થાય તો રાજ્યના અનેક કલાકારો બેકાર થશે તથા તેમની હાલત કફોડી થશે.
- આ અંગે વાત કરતા અમદાવાદના વ્યાસ બ્રધર્સનાં કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસએ જણાવ્યું છે કે, જો સરકાર Navratri 2020 ની મંજૂરી નહીં આપે
- તો તેમની અને તેમની સાથે જોડાયેલા 15 જેટલા કલાકારોની હાલત ખૂબજ નબળી પડશે.
- નવરાત્રી દરમિયાન દર વર્ષે નવરાત્રીના નવ દિવસમાં અમદાવાદમાં 20,000 જેટલા લોકોને નવરાત્રીના માધ્યમથી સીધી અથવા આડકતરી રીતે રોજગારી મળે છે.
- જેમાં ન માત્ર આર્ટિસ્ટ પરંતુ પાર્ટી પ્લોટ ડેકોરેટર મેકઅપ મેન કપડાના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોને રોજગારી મળે છે.
- તેઓ વધુમાં જણાવ્યું છે કે, દર વર્ષે ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નવરાત્રી દરમિયાન 50થી 60 ગ્રુપ વિશ્વના જુદા જુદા દેશોમાં કાર્યક્રમ આપવા માટે જતા હોય છે
- તો તે પણ આ વર્ષે નહીં યોજાય તો કલાકારોની હાલત ખૂબ નબળી થશે.
- નવરાત્રીના નવ દિવસ દરમિયાન કલાકારો એ સમગ્ર વર્ષના બધાની આવક કરતા હોય છે.
- સામાન્ય દિવસોમાં મળતા મહેનતાણા કરતા તેમને 3થી 4 ગણું વધુ મહેનતાણું આ દિવસોમાં મળતું હોય છે
- તેમજ લૉકડાઉનના પરિણામે કલાકારોનો ધંધો બેસી ગયો છે.
- ત્યારે Navratri 2020 ને મંજૂરી આપવામાં આવે તો કલાકારો પોતાનું ગુજરાન ચલાવી શકે.
- જ્યારે અમદાવાદમાં પાર્ટી પ્લોટના માલિક ભાવેશ પુરોહિત કહ્યું કે, ગુજરાતી સંસ્કૃતિમાં નવરાત્રીના નવ દિવસ એ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે.
- નવરાત્રી સાથે અનેક વ્યવસાયો સાથે જોડાયેલા છે અને આ નવ દિવસમાં આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે.
- અમદાવાદ શહેરમાં અનેક પાર્ટી પ્લોટ આ વ્યવસાય સાથે જોડાયેલા છે.
- રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે આ વર્ષે Navratri 2020 ની મંજૂરી ન આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
- ત્યારે પાર્ટી પ્લોટના માલિકોની હાલત કફોડી થઇ છે.
- ઉપરાંત પાર્ટી પ્લોટના માલિકનું કહેવું છે કે, પાર્ટી પ્લોટ સાથે જોડાયેલા સિક્યુરિટી ટ્રી ડેકોરેશન તેમજ રેસ્ટોરન્ટ બિઝનેસનો સફાયો થયો છે.
- નવરાત્રી અને દિવાળીના ધંધાને ધ્યાનમાં રાખી આયોજન કરી રહ્યા હતા.
- પરંતુ તેમાં પણ જો રાજ્ય સરકારે નવરાત્રીમાં મંજૂરી નહીં આપે તો
- પાર્ટી પ્લોટ સાથે અનેક લોકોને રોજગારીના પ્રશ્નો સર્જાશે પાર્ટી પ્લોટ વ્યવસાય સાથે જોડાયેલા અનેક વ્યવસાયકારોને બેકાર થવું પડશે.
- ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર મેતેશ જૈન જણાવે છે કે, નવરાત્રીના કોરિયોગ્રાફર, ડિઝાઇનર, નવરાત્રીના દિવસો દરમિયાન મેકઅપ કરનાર ઉપરાંત સંગીતકારો, ઓરકેસ્ટ્રા તેમજ લાકારો છે તે તેમની સાથે જોડાતા હોય છે.
- પરંતુ આ વર્ષે આ આયોજન ન થતા ઇવેન્ટ આયોજકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow