Navratri 2020 નહિ યોજાય તો રાજ્યના અનેક કલાકારો થશે બેકાર

પોસ્ટ કેવી લાગી?

Navratri 2020

  • વૈશ્વિક મહામારી કોરોનાના પરિણામે ગુજરાતની સંસ્કૃતિની પરંપરા નવરાત્રી (Navratri 2020) નહીં થઈ શકે તેનું કારણ છે કોરોનાનું વધતું સંક્રમણ.
  • જો ગુજરાતમાં આ નવરાત્રીનું આયોજન નહીં થાય તો રાજ્યના અનેક કલાકારો  બેકાર થશે તથા તેમની હાલત કફોડી થશે.
  • આ અંગે વાત કરતા અમદાવાદના વ્યાસ બ્રધર્સનાં કલ્પેશ વ્યાસ અને ચેતન વ્યાસએ જણાવ્યું છે કે, જો સરકાર Navratri 2020 ની મંજૂરી નહીં આપે
  • તો તેમની અને તેમની સાથે જોડાયેલા 15 જેટલા કલાકારોની હાલત ખૂબજ નબળી પડશે.
  • નવરાત્રી દરમિયાન દર વર્ષે નવરાત્રીના નવ દિવસમાં અમદાવાદમાં 20,000 જેટલા લોકોને નવરાત્રીના માધ્યમથી સીધી અથવા આડકતરી રીતે રોજગારી મળે છે.
  • જેમાં ન માત્ર આર્ટિસ્ટ પરંતુ પાર્ટી પ્લોટ ડેકોરેટર મેકઅપ મેન કપડાના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોને રોજગારી મળે છે.
  • તેઓ વધુમાં જણાવ્યું છે કે, દર વર્ષે ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નવરાત્રી દરમિયાન 50થી 60 ગ્રુપ વિશ્વના જુદા જુદા દેશોમાં કાર્યક્રમ આપવા માટે જતા હોય છે
  • તો તે પણ આ વર્ષે નહીં યોજાય તો કલાકારોની હાલત ખૂબ નબળી થશે.
  • નવરાત્રીના નવ દિવસ દરમિયાન કલાકારો એ સમગ્ર વર્ષના બધાની આવક કરતા હોય છે.
  • સામાન્ય દિવસોમાં મળતા મહેનતાણા કરતા તેમને 3થી 4  ગણું વધુ મહેનતાણું આ દિવસોમાં મળતું હોય છે
  • તેમજ લૉકડાઉનના  પરિણામે કલાકારોનો ધંધો બેસી ગયો છે.
  • ત્યારે Navratri 2020 ને મંજૂરી આપવામાં આવે તો કલાકારો પોતાનું ગુજરાન ચલાવી શકે.
  • જ્યારે અમદાવાદમાં પાર્ટી પ્લોટના માલિક ભાવેશ પુરોહિત કહ્યું કે, ગુજરાતી સંસ્કૃતિમાં નવરાત્રીના નવ દિવસ એ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે.
  • નવરાત્રી સાથે અનેક વ્યવસાયો સાથે જોડાયેલા છે અને આ નવ દિવસમાં આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે.
  • અમદાવાદ શહેરમાં અનેક પાર્ટી પ્લોટ આ વ્યવસાય સાથે જોડાયેલા છે.
  • રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે આ વર્ષે Navratri 2020 ની મંજૂરી ન આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
  • ત્યારે પાર્ટી પ્લોટના માલિકોની હાલત કફોડી થઇ છે.
  • ઉપરાંત પાર્ટી પ્લોટના માલિકનું કહેવું છે કે, પાર્ટી પ્લોટ સાથે જોડાયેલા સિક્યુરિટી ટ્રી ડેકોરેશન તેમજ રેસ્ટોરન્ટ બિઝનેસનો સફાયો થયો છે.   
  • નવરાત્રી અને દિવાળીના ધંધાને ધ્યાનમાં રાખી આયોજન કરી રહ્યા હતા.
  • પરંતુ તેમાં પણ જો રાજ્ય સરકારે નવરાત્રીમાં મંજૂરી નહીં આપે તો
  • પાર્ટી પ્લોટ સાથે અનેક લોકોને રોજગારીના પ્રશ્નો  સર્જાશે પાર્ટી પ્લોટ વ્યવસાય સાથે જોડાયેલા અનેક વ્યવસાયકારોને બેકાર થવું પડશે.
  • ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર મેતેશ જૈન જણાવે છે કે, નવરાત્રીના કોરિયોગ્રાફર, ડિઝાઇનર, નવરાત્રીના દિવસો દરમિયાન મેકઅપ કરનાર ઉપરાંત સંગીતકારો, ઓરકેસ્ટ્રા તેમજ લાકારો છે તે તેમની સાથે જોડાતા હોય છે.
  • પરંતુ આ વર્ષે આ આયોજન ન થતા ઇવેન્ટ આયોજકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures