IFFI
કોરોના વાઇરસના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકડાઉનના કારણે ઘણી ફિલ્મો તૈયાર હોવા છતાં રિલીઝ કરી શકાઇ નથી. કારણે અમુક ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી છે. ત્યારબાદ માહિતી મુજબ આ વરસે ગોવામાં યોજનારો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું આયોજન પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.
હવે આ ફેસ્ટિવલને 20 થી 28 નવેમ્બર વચ્ચે યોજાવાનો હતો . પરંતુ હવે જાન્યુઆરી 16 થી 24 તારીખ દરમિયાન ગોવામાં આયોજિત કરવામાં આવશે. આ વખતે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન વર્ચ્યુઅલ અને ફિઝિકલ બન્ને રીતે કરવામાં આવશે.
આ પણ જુઓ : પ્રખર ક્રિમીનલ લૉયર ઉજ્જવલ નિકમે ડ્રગ કેસ અંગે કહ્યું …
આયોજકોએ જણાવ્યું હતું કે, આ વખતે ફિલ્મ ફેસ્ટિવલમાં કોવિડ-19ના નિયમોનું સખત રીતે પાલન કરવામાં આવશે. આ આયોજન દર વરસે ગોવામાં યોજવામાં આવતો હોય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.