Lokmela
- કોરોના વૈશ્વિક બિમારી વચ્ચે રાજકોટમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
- રાજકોટમાં આ વર્ષે લોકમેળો (Lokmela) નહીં યોજાય. રાજકોટના 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.
- કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણયલ લેવાયો છે.
- ગુજરાતમાં હાલ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને જન્માષ્ટમી નજીક આવી રહી છે.
- ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.
- આ વખતે રેસકોર્ષ ખાતે યોજાનાર લોકમેળો (Lokmela) નહીં યોજાય.
- જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
- ખાનગી મેળાઓને પણ મંજૂરી નહિ મળે.
- કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- મેળામાં એક જગ્યાએ વધારે લોકો એકઠા થતાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાતું નથી.
- આ સાથે જ મેળામાં કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ આવે તો તેનાથી અનેક લોકોને ચેપ પ્રસરી શકે છે. આથી કલેક્ટર તરફથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- કોરોના કાળને લઇને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
- જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહીં યોજાય.
- 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહીં યોજાય.
- સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે.
- શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં મેળાનું આયોજન આવે છે.
- સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળા (Lokmela) માં 5 દિવસમાં 10 લાખ લોકો મેળાની મુલાકાત લેતા હોય છે.
- શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે.
- લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ ચાલુ સુધી હોય છે.
- જામનગરમાં પણ જન્માષ્ટમીના મેળા (Lokmela) રદ કરવામાં આવ્યો છે.
- કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે.
- JMCની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
- જામનગર કોર્પોરેશન દ્વારા બે મેળા યોજાતા હતા.
- પ્રદર્શન મેદાન, નદીના પટ્ટનો મેળો રદ કરવામાં આવ્યો છે.