Ahmedabad News : ચાંદખેડામાં આવેલા સોના ગ્રૂપ ટ્યૂશન કલાસીસના ચંચાલકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને રેકી અને હિલિંગ આપવાના બહાને ઓફિસમાં બોલાવી શારીરિક અડપલાં કર્યાં હતાં. વિદ્યાર્થિનીને ફ્રેન્ડ હોવાનું કહીને પર્સનલ વાત કરવાના બહાને જબરજસ્તી કરી હતી. વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે શિક્ષકની ધરપકડ થઈ છે.

ગુરુ શબ્દને શર્મશાર કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે.

આ લંપટ શિક્ષકે આ વાતની જાણ કોઈને ન કરવા વિદ્યાર્થીનીને દબાણ પણ કર્યું હતું. જોકે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપી લંપટ શિક્ષકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. સાથે જ આરોપીના ટ્યુશન ક્લાસીસ અને આસપાસના CCTV ફૂટેજ મેળવી તેમજ અન્ય વિદ્યાર્થીના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે ક્લાસીસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે આવા લંપટ શિક્ષક સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024