બનાસકાંઠા જિલ્લાના આંગડિયાની લૂંટ નો મામલો…
બનાસકાંઠા જિલ્લાના ઈતિહાસનો સૌથી મોટી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો…
બનાસકાંઠા પોલીસે કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ એક બસમાંથી અમદાવાદની આંગડિયા પેઢીનો સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આઠ જેટલી ટીમો બનાવી એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડયા છે. પોલીસે એક કરોડ નવ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આંગડિયા પેઢીમાં દરરોજ કરોડો રૂપિયાના દાગીના તેમજ રોકડ રકમની એર ખાનગી તેમજ સરકારી વાહનો અંતર્ગત થતી હોય છે. ત્યારે છાપી નજીક રાજસ્થાની એક સરકારી બસ ચા નાસ્તો કરવા ઊભી હતી. આ દરમિયાન આંગડિયા પેઢીનું બસમાં રહેલા સોનાના દાગીના તથા સોનાની લગડીઓ મળી કુલ રૂ.2 કરોડ 63 લાખ 99 હજાર 750 રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાને લઈ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ટાવર સર્વેલન્સની સ્થાનિક સુત્રોની મદદથી પોલીસે આ સમગ્ર ભેદ ઉકેલ્યો છે.