બેટ-દ્વારકામાં પતિએ પત્નીની હત્યા કરીને ઘરમાં જ દાટી દીધી

Bat Dwarka
- Advertisement -

This browser does not support the video element.

Bat Dwarka

બેટ-દ્વારકા (Bat Dwarka) ટાપુ પર પતિએ પોતાની પત્નીને જ મોતને ઘાટ ઉતારી મૃતદેહને ઘરમાં જ દાટી દીધી હોવાની ઘટના સામે આવી છે. પત્નીની હત્યા કરી પતિ ફરાર થઈ જતા મોડી રાત્રે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડે આવેલ ઓખા નજીકના બેટ ટાપુ પર મંગળવારે બપોરે 2 વાગ્યા આસપાસ બેટ-દ્વારકાની વારીવાળી ગલીમાં રહેતા સાલેમામદ સિદીક ચમડિયા નામના વ્યક્તિએ પોતાની પત્ની હવાબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મોતને ઘાટ ઉતાર્યા બાદ તેમના ઘરમાં જ મૃતદેહ દાટી દીધો હતો. ત્યારબાદ પતિ ભાગી છુટ્યો હતો.

આ પણ જુઓ : ઇફકો પ્લાન્ટમાં ગૅસ ગળતર થતા 2નાં મોત, 15ની તબિયત બગડી

ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો દોડી પતિને શોધવા કવાયત હાથ ધરી હતી. છેલ્લા કેટલાય સમયથી હવાબેન રિસામણે હતા અને ઘરકંકાસમાં જ હવાબેનને મોતને ઘાટ ઉતારી દીધાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસ દ્વારા આ અંગે કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.