dahod

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરી- બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા. ૨૫ ફેબ્રુઆરી- શુક્રવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ માટે અરજદારે અરજી આગામી તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની અરજી એક જ પ્રશ્ન સંબધિત અમલીકરણ અધિકારીને ઓછામાં ઓછી ત્રણ વાર કરેલી અરજીની નકલ સાથે સંબધિત મામલતદારની કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એમ અરજીનાં મથાળે લખી અરજી તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત – અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર અને સંપૂર્ણ સરનામા સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સાથે સંબધિત અમલીકરણ અધિકારીને ત્રણ નકલ સાથે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ મથાળા સાથે અરજી તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે. તાલુકા કાર્યક્રમમાં જિલ્લાના વર્ગ ૧ નાં અધિકારીઓ હાજર રહી નાગરિકોના પ્રશ્નોનું રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.

જેમાં કલેક્ટર સીંગવડમાં, જિલ્લા વિકાસ અધિકારી લીમખેડામાં, પોલીસ અધિક્ષક દેવગઢબારીયામાં, લીમખેડાના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી ધાનપુરમાં, પ્રાયોજનાં વહીવટદાર ગરબાડામાં, ડીઆરડીએ નિયામક સંજેલીમાં, જિલ્લા આયોજન અધિકારી ઝાલોદમાં, દાહોદનાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર દાહોદમાં, ઝાલોદનાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ફતેપુરામાં ઉપસ્થિત રહેશે. આ માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત ‘‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’’ તેવા મથાળા હેઠળ સંબધિત ગામનાં તલાટી-મંત્રીને સંબોધીને આગામી ૧૫ તારીખ સુધીમાં આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024