Patna
બિહારની રાજધાની પટણા (Patna) ના ફૂલવારી શરીફ વિસ્તારમાં 22 વર્ષની એક ટ્યુશન શિક્ષિકાનું ગન દેખાડીને અપહરણ કરવાની ઘટના સામે આવી છે. વીસ બદમાશો મો઼ડી રાત્રે યુવતીના ઘરમાં ઘુસી આવ્યા હતા.
યુવતીના પરિવારે હોબાળો કરતાં બદમાશોએ હવામાં પાંચ છ ગોળીબાર કર્યા હતા. ત્યારબાદ ગન દેખાડીને યુવતીનું અપહરણ કરીને મોટરમાં નાસી ગયા હતા. યુવતીના પરિવારે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ટુકડી ત્યાં દોડી આવી હતી. ત્યારબાદ સીસીટીવી દ્વારા અપહરણકારોની ઓળખ મેળવીને તપાસનાં હાથ ધરી હતી.
આ પણ જુઓ : ઇફકો પ્લાન્ટમાં ગૅસ ગળતર થતા 2નાં મોત, 15ની તબિયત બગડી
પોલીસ અધિકારી આર રહેમાને કહ્યું હતું કે મૂળ સહરસાના રહેવાસી એક મુહમ્મદ ફિરોઝનું મકાન અપહૃત યુવતીના ઘરની બાજુમાં બની રહ્યું છે. આ યુવતી એને ત્યાં ટ્યુશન આપવા જતી હતી. એનું અપહરણ શા માટે કરાયું એની તપાસ ચાલુ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.