રાધનપુર શહેરનાં વોર્ડ નંબર 7મા ઘણા સમયથી પાણી ન મળતા વોર્ડ નંબર 7 ની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી પાણીની માંગ સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી રાધનપુર નગરપાલિકાનાં પ્રમુખ ને પાણી આપવાની રજુઆત કરી હતી રાધનપુર નગરપાલિકાનાં પ્રમુખ કાનજીભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું નગરપાલિકામા રેગ્યુલર ચીફ ઓફિસર ન હોવાથી તથા હાલ વોર્ડ નંબર 7 મા બોર ખરાબ હોવાથી રીપેરીંગ કામ ચાલુ હોવાથી પાણી ની સમસ્યા સર્જાઈ છે
વોર્ડ નંબર સાત ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક ડોક્ટર વિજયભાઈ સુથારે રાધનપુર નગરપાલિકા ની અંદર કોંગ્રેસ શાસિત બોડી હોય તેમને વહીવટ કરતા ન આવડતું હોવા ના કારણે લોકોને પાણીથી અને અન્ય સુવિધાથી વંચિત રહેવું પડે છે
રાધનપુર વોર્ડ નંબર 7 ની મહિલાઓના જણાવ્યા અનુસાર નગરપાલિકા કચેરી ખાતે કર્મચારીઓ હાજર રહેતા ન હોય રજૂઆત કરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડતા હોય લોકો ઉનાળાની ગરમી ની અંદર પાણીની પારાયણ થી પરેશાન છે નગરપાલિકા ની અંદર કોઈ અધિકારી હાજર ન હોવાથી લોકોની વાત સાંભળનાર કોઈ નથી.