Uttar Pradesh
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી 281 સીટ જીતી લીધી છે. ત્રણ દાયકા બાદ સહકારી ભૂમિ વિકાસ બેન્કોથી મુલાયમ સિંહ યાદવના પરિવારનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે. મંગળવારે સહકારી ભૂમિ બેન્કોની ચૂંટણીમાં મતદાન થયું હતું. આ ચૂંટણીમાં વિપક્ષના રૂમાં સમાજવાદી પાર્ટી ચૂંટાઇને આવી છે. પરંતુ એસપીને માત્ર કેટલીક સીટો મળી છે.
આ પણ જુઓ : એપ પ્રતિબંધના નિર્ણય પર ચીનનું આ નિવેદન સામે આવ્યું
વિપક્ષે કહ્યું કે, રાજ્યની મશીનરીને ચૂંટણીમાં હાઇજેક કરી લેવામાં આવી હતી. ચૂંટણી કમિશનર પી.કે.મોહંતીએ કહ્યુ કે, ફરિયાદોને કારણે 11 જગ્યા પર ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હતી. આ ઐતિહાસિક જીતને લઈને ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે વિપક્ષી ઉમેદવારોમાં ચૂંટણી લડવાની હિંમત નહતી.
આ પણ જુઓ : PM મોદીના ટ્વિટર એકાઉન્ટ હેક કરનાર જૉન વિક્સ કોણ છે, જાણો
વિપક્ષી દળો દ્વારા જીતવામાં આવેલી અન્ય પ્રતિષ્ઠિત સીટોમાં વારાણસી, બલિયા, ગાજીપર અને ઇટાવા છે. કોંગ્રેસ ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠીના જગદીશપુરમાં જ જીત મેળવી શકી છે. 2005થી ત્રણવાર બેન્કના અધ્યક્ષ રહી ચુકેલા પ્રગતિવાદી સમાજવાદી પાર્ટી લોહિયાના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યુ કે, ભાજપ સરકારે નિયમોમાં ફેરફાર કર્યો, જેથી તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.