Income tax
આવકવેરા વિભાગ (Income tax)ના અધિકારીઓ દ્વારા બેનામી સંપત્તિના કેસમાં પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી હોવા છતાં તેઓ આવકવેરા કચેરીએ પહોંચ્યા ન હતો. જેને પગલે અધિકારીઓ સીધા રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચ્યા અને ત્યાં તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
આયકર વિભાગના સૂત્રોના અનુસાર સાઉથ ઈસ્ટ દિલ્હી સ્થિત સુખદેવ વિહાર વાળી ઓફિસમાં રોબર્ટ વાડ્રાનું નિવેદન દાખલ કરવામાં આવી રહ્યું છે.
રોબર્ટ વાડ્રા કોંગ્રેસ પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્કમટેક્સ વિભાગની ટીમ રોબર્ટ વાડ્રાને બીકાનેર અને ફરીદાબાદ જમીન કૌંભાડ મામલે પૂછપરછ કરી રહી છે.
રોબર્ટ વાડ્રા પર લંડન સ્થિત સંપત્તિની ખરીદીને લઈને મની લોન્ડ્રિંગનો આરોપ છે. વાડ્રા પર બ્રાયનસ્ટન સ્કવાયરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવાનો આરોપ છે.એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે.