ECOSOC

ECOSOC

ભારતની આર્થિક અને સામાજિક પરિષદની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આપી છે. બેઈજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (1995)ની આ વર્ષે 25મી વર્ષગાઠ છે.

ટીએસ મૂર્તિએ કહ્યું કે, પ્રતિષ્ઠિત ECOSOC શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે. અમે સભ્ય દેશોનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.

આ પણ જુઓ : BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ

UNમાં ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભારત અને અફઘાનિસ્તાને 54 સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી. જેમાં ચીને અડધા વોટથી પણ ઓછા વોટ સાથે હારનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં જીત સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે. વર્ષ 2021થી લઈને 2025 સુધી ભારત યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024