વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યું હતું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની રનચેઝ દરમિયાન શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો.

ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક અને ઋષભ પંત પણ સસ્તામાં આઉટ થતાં ભારતે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.

જાડેજાએ 59 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા. જયારે ધોનીએ 72 બોલમાં 50 રન કર્યા હતા. કિવિઝ માટે મેટ હેનરીએ 3 વિકેટ લીધી હતી. મિચેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી. તે સિવાય જેમ્સ નીશમ અને લોકી ફર્ગ્યુસને 1-1 વિકેટ લીધી હતી.

  • ન્યૂઝીલેન્ડ સતત બીજી વાર વર્લ્ડ કપની ફાઇનમાં પહોંચ્યું, ભારત ચોથી વાર સેમિફાઇનલમાં હાર્યું
  • કિવિઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 239 રન કર્યા, જવાબમાં ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ
  • ઇન્ડિયન ટોપ ઓર્ડર ફેલ, રોહિત-રાહુલ-કોહલી 1-1 રન બનાવીને આઉટ થયા
  • ધોની-જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી, જાડેજાએ 77 અને ધોનીએ 50 રન કર્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલમાં ભારતનો 18 રને પરાજય થયો છે. ભારતને હરાવીને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઑવરમાં 239 રન બનાવ્યા હતા, જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઑવરમાં 221 રને ઑલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા સૌથી વધારે 77 રન બનાવ્યા હતા. તો ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતુ અને તે રનઆઉટ થયો હતો.

ગઇકાલે વરસાદનાં કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ પૂર્ણ થઇ શકી નહીં અને તેને આજે એટલે કે બુધવારનાં રોજ રિઝર્વ ડેનાં રમાડવામાં આવી હતી. મેચ ગઇકાલે જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ કરવામાં આવી હતી.  ગઇકાલનાં 46.1 ઑવરમાં 5 વિકેટે 211 રનથી આગળ બેટિંગ કરવા ઉતરેલા ન્યૂઝીલેન્ડે 50 ઑવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપનાં ઇતિહાસમાં પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ-ફાઇનલમાં ટકરાયા અને તેમાં ન્યૂઝીલેન્ડે બાજી મારી.

240 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી અને ભારતે 5 રનમાં જો રોહિત, રાહુલ અને વિરાટ કોહલીની વિકેટો ગુમાવી દીધી હતી. ભારતીય ટૉપ ઑર્ડર સંપૂર્ણ નિષ્ફળ રહ્યો હતો. કાર્તિકે 6 રન બનાવ્યા હતા. જો કે ભારતીય ઇનિંગને જાડેજા અને ધોનીએ સંભાળી હતી અને બંને 100 રનની ભાગેદારી બનાવીને ભારતનાં જીતની આશાઓ જન્માવી હતી. જાડેજાએ 77, ધોનીએ 50, પંત 32 અને પંડ્યાએ 32 રનનું યોગદાન આપ્યું હતુ.

ન્યૂઝીલેન્ડ તરફથી મૈટ હેન્રીએ 3, ટ્રેન્ટ બૉલ્ટે અને મિચેલ સેન્ટનરે 2-2, લૉકી ફર્ગ્યુસન અને જેમ્સ નીશામે 1-1 વિકેટ ઝડપી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.